મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તારીખ: 04/12/2024 બુધવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.જેમાં વાવડી રોડ ફીડર:- ક્રિષ્ના પાર્ક1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી,સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 07:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
તેમજ મહેન્દ્રનગર-હળવદ હાઈવેની લાઈન શિફ્ટ કરવાની કામગીરી હોઇ PGVCL ના મોરબી ઇન્ડસ્ટ્રીઝ પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડરમાં સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

