મોરબીના યજમાનપદ હેઠળ PGVCL દ્વારા આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા: 30/11/2024 થી 02/12/2024 દરમ્યાન સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી, મોરબી ખાતે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની કુલ 08 વર્તુળ કચેરીઓની ટીમ ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટ નોક આઉટ પદ્ધતિ થી નિર્ણય કરવામાં આવશે. તેમજ રનીંગ કોમેન્ટ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તા: 30/11/2024ના રોજ સવારે 07:30 વાગ્યે શરુ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા અને કાર્યક્રમને દિપાવવા પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટ, ખાતેના મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા તેમજ નિગમિત કચેરી રાજકોટ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ હાજરી આપશે.
તા. 30/11/2024ના રોજ ફુલ ત્રણ મેચ જેમાં પ્રથમ મેચ અમરેલી વર્તુળ કચેરી અને જુનાગઢ વર્તુળ કચેરી વચ્ચે દ્વિતીય મેચ અંજાર વર્તુળ ક્ચેરી અને ભાવનગર વર્તુળ કચેરી વચ્ચે અને ત્રીજી મેચ પોરબંદર વર્તુળ કચેરી અને મોરબી વર્તુળ કચેરીનું આયોજન કરવામાં આવેલ છે. આથી, ક્રિકેટ પ્રેમી જનતાને અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સદર ટુર્નામેન્ટમાં પધારી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોરબી વર્તુળ કચેરી વતી ડી.આર.ઘાડિયા, અધિક્ષક ઇજનેર, ફુ, કે.સી.ડામોર, સહાયક સચિવ અને વર્તુળ કચેરી, મોરબીની વ્યવસ્થાપક સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

