હળવદ શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગાર ધામ ચાલતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને હોટેલના રૂમમાં ચાલતા ધોડીપાસાનો જુગારની મહેફિલ પકડી પાડી હતી.પોલીસે આ જુગાર ધામમાં તાલુકા ભાજપના મહામંત્રી અને એક કાર્યકર સહીત 20 શખ્સો ઝડપાયા હતા .હળવદ પોલીસે ભાજપ ના મહામંત્રી,કાર્યકર સાહિત આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો પોલીસ ની કાર્યવાહી બાદ ભાજપ પક્ષને બદનામ કરવાના અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બે કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ સખ્તાઇથી કામગીરી હાથ ધરી ગુજરાત ભાજપ પ્રદેશ કિશાન મોરચાનાં સદસ્ય વલ્લભભાઈ પટેલ અને હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ વઢરીકીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
જોકે આ જુગાર દરોડામાં હળવદ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ અને હાલના શિવપુર બેઠકનાં સદસ્ય નિલેશ ગામીનું નામ પણ નામ સામે આવતા પોલીસે તેને પણ ફરાર જાહેર કર્યા હોય જોકે પક્ષ તેના સામે એક્શન લેશે કે કેમ તે પણ જોવાનું રહ્યું .


