વલસાડ જિલ્લાના પારડીના મોતીવાળા રેલવેફાટક પાસે 14 નવેમ્બરે બી.કોમ.ની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસા કર્યા હતા. જે જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ નીકળ્યો છે. જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હતી. આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે.
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે 2 હજારથી વધુ CCTV ફુટેજ ચેક કરીને શકમંદનું પુછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11માં દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઘટના સમયે પહેરેલા કપડાંથી આરોપીની ઓળખ થઈ હતી. પોલીસની ટીમોએ ટેક્નિકલ એનાલીસીસના આધારે યુકિત પ્રયુકિતથી તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ-અલગ મોબાઈલ ફોન તેમજ ચાકુ અને અન્ય સરસામાન, રોકડા રૂપિયા બાબતે સઘન પુછપરછ કરતા આરોપીએ છેલ્લા 25 દિવસમાં પારડી સહિત અલગ અલગ રાજ્યોમાં દુષ્કર્મ અને 5 હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. વલસાડ SP કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરી છે. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેથી ઘટનાસ્થળેથી કપડાં મળી આવ્યા હતા. ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્વના સાબિત થઈ હતી. ઘટના સમયના 2 કલાક પહેલા વાપી રેલવે સ્ટેશન ઉપર યુવક હોવાના CCTV ફુટેજમાં દેખાઈ રહ્યો હતો.
CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અને વલસાડ SP કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરી છે. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેથી ઘટનાસ્થળેથી કપડાં મળી આવ્યા હતા. ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્વના સાબિત થઈ હતી. ઘટના સમયના 2 કલાક પહેલા વાપી રેલવે સ્ટેશન ઉપર યુવક હોવાના CCTV ફુટેજમાં દેખાઈ રહ્યો હતો. CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લીધી હતી.
પશ્વિમ બંગાળના હાવરા જી.આર.પી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં આ આરોપી પશ્વિમ બંગાળના હાવરા ખાતે ગયો હતો. ત્યારે ટ્રેન નં-15712 કતીહાર એક્સપ્રેસમાં તેની સાથે બેસેલા એક અજાણ્યો ઈસમ ઉપર હુમલો કર્યો હતો. લૂંટ કરવાના ઈરાદે શરીરના છાતી, પેટ તથા માથાના ભાગે પોતાની પાસે રહેલી ચાકુ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. જે બાદ રોકડા રૂપિયા તેમજ સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો
તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ જી.આર.પી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 303(2) મુજબ ગુનો નોંધાયો હતો. આરોપી રાહુલ જાટ જ્યારે ઝડપાયો તે દિવસના આગલા દિવસે જ એટલે કે 24-11ના રોજ પણ તેણે એક હત્યા કરી હતી. સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-09 ટ્રેન નં-07335 મેનુગુરૂ સ્પેશ્યલ એક્સપ્રેસના ડબ્બામાં એક સ્ત્રીનું ગમછા વડે ગળુ દબાવી હત્યા કરી હતી. મહિલાનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા તેમજ અન્ય સામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો
આરોપી આ પ્રકારના ગુના કરવાની ટેવવાળો હોય અને આરોપીની સઘન પુછપરછ દરમિયાન તેના દ્વારા આ જ એમ.ઓ.થી બીજા ગુના આચરેલ હોવાની વિગતો જણાવતો હોય, જે અંગે સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ.ઓ. વાળા ગુનાની માહિતી મેળવી આરોપીની પુછપરછ કરવામાં આવનાર છે.

