કચ્છમાં નશાખોરીના દુષણને ડામવા પોલીસ સહિતના સલામતી વિભાગો સતર્ક પણે કામગીરી કરી રહ્યા હોય જે દરમિયાન પંજાબના નશાખોરીને લઈ કુખ્યાત તરનતારણ પ્રાંતના એક શખ્સને સ્થાનિક ઇસમ સાથે રૂ 17.75 લાખના કોકેઇન ડ્રગ્સના જથ્થા સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે શહેરના નગરપાલિકા પાસેના વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા. આરોપીઓ સાથે સામેલ પંજાબના અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
જેમાં જાગૃત નાગરીકો તરફથી જિલ્લામાં નશાકારક નાર્કોટીક્સ પદાર્થની બદી ડામવા અંગે રજુઆતો મળી હતી. જે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ ઇન્સપેક્ટર એમડી ચૌધરીની આગેવાનીમાં બાતમીના આધારે મળેલ શહેરની હોટલ એરલાઇન્સ નગરપાલીકા પાસેથી માદકપદાર્થ “કોકેઈન” ના જથ્થા સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવી હતી.
પકડાયેલ ઈસમોમાં ચનનસિંઘ ડુંદનસિંઘ જાતે મજબી શેખ ઉવ.60 રહે.ઘરકા તા.જી.તરનતારન પંજાબ અને પરેશ અરજણદાસ અડવાણી ઉવ.34 રહે.મ.નં.438 દિપમાલા પગરાણીનગર આદિપુરને પકડી લેવામાં આવ્યા છે, જ્યારે બાઉ સરદાર રહે.બોડી ચોક, ચાર ખંભા તરનતારન પંજાબને પકડવાની તજવીજ હાથ ધરી છે.

