મોરબી – માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી માળિયા વિધાનસભા વિસ્તાર કાર્યકર્તા હોદ્દેદારો માટે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ ચોક્કસ ઘટનાની વાસ્તવિકતા દર્શાવવા માટે ફિલ્મ એ સર્વોત્તમ માધ્યમ છે ત્યારે વાસ્તવિકતાથી માહિતગાર થવા “સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોવા માટેનું તારીખ 23 નવેમ્બરના રોજ શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ સિનેમા ગૃહ મુકામે આયોજન કરવામાં કરાયું છે.
સંગઠનના વર્તમાન તથા માજી હોદ્દેદારો, અલગ અલગ મોરચા- સેલના વર્તમાન તથા માજી હોદ્દેદારો, વર્તમાન તથા માજી કાઉન્સિલરઓ તથા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વર્તમાન તથા માજી અને સદસ્યઓ વગેરે માટે એક સ્પેશિયલ શો રાખેલ છે. અપેક્ષિત શ્રેણીમાં આવતા મોરબી શહેરના કાર્યકર્તાઓએ લાખાભાઇ જારીયા, રીસીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા, મોરબી તાલુકા માટે બચુભા રાણા તથા માળિયા તાલુકા માટે મણિલાલ સરાડવા, મનીષભાઈ કાંજીયા તથા અરજણભાઈ હુંબલનો સંપર્ક કરવા જણાવેલ છે.


