HomeGujaratરાજ્યમાં નકલીઓની બોલબાલા !અમરેલી એલસીબીએ વર્દીધારી નકલી હેડ કોન્સ્ટેબલ પકડી પાડ્યો

રાજ્યમાં નકલીઓની બોલબાલા !અમરેલી એલસીબીએ વર્દીધારી નકલી હેડ કોન્સ્ટેબલ પકડી પાડ્યો

રાજ્યમાં દિન પ્રતિદિન અલગ અલગ જગ્યાએથી નકલી અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સતત વધી રહ્યા છે અને તેઓનો રોફ ભલભલા લોકોને ગોથે ચડાવી દે તેવા હોય છે કોઈ સ્થળે પી આઈ પીએસઆઈ તો ક્યાં ડીવાયએસપી બનીને ફરતા આ નકલી પોલીસ કર્મીઓએ ખુદ અસલી પોલીસની નાકે દમ લાવી દીધો હોય તેમ લાગે છે આ નક્લીઓની બોલબાલા વચ્ચે અમરેલી જિલ્લામાથી પોલીસ વર્દીમાં સજ્જ એક નકલી પોલીસકર્મીને પકડી પાડ્યો હતો. અમરેલી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ઓળખ ઉભી કરી ફરતો હોય જેથી બાતમી આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોચી હતી ને પોલીસ યુનિફોર્મ પેહરેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેની પૂછ પરછ કરતા તેનું નામ ઉમેશ રાહુલભાઈ વસાવા હોવાનું અને તે પોલીસકર્મી ન હોવા છતાં યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બન્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસેઆ શખ્સનો યુનિફોર્મ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ સીટી પોલીસે આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવાની ધરપકડ કરી છે. આ ઈસમે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ગુજરાત પોલીસનો યુનિફોર્મ પોલીસ કેપ, બેલ્ટ, બુટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 મળી કુલ રૂ.4000નો મુદામાલ કબ્જે લીધો છે. કોઈ વ્યક્તિ સાથે છેતરપીંડી કરી છે કે કેમ.? નાગરિકોને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું છે કે પરેશાન કર્યા છે કે કેમ.?તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW