HomeGujaratઅમદાવાદ ટેનીસ યુનિવર્સિટી ખાતે 10 થી 14 વર્ષના ખેલાડી પસંદગી માટે...

અમદાવાદ ટેનીસ યુનિવર્સિટી ખાતે 10 થી 14 વર્ષના ખેલાડી પસંદગી માટે વિદેશી કોચ નિઃશુલ્ક તાલીમ અપાશે

મોરબી: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અનુસંધાને શુકન- 6, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે 10 થી 14 વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવા તા. 25/11/2024 થી તા. 06/11/2024 સુધી સવારે 10 કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા.24/11/2024 સુધીમાં ૨જીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking. AITA Ranking. ITF Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે. રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટીના સંપર્ક નંબર 9978971919 અને ઇ-મેઇલ આઇડી info@altevol.com પર સંપર્ક કરવાનો રહેશે તેવું મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW