HomeGujaratરાજકોટના પડધરી પાસે રાત્રિના સમયે પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, ત્રણ જિલ્લામાંથી ફાયર...

રાજકોટના પડધરી પાસે રાત્રિના સમયે પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, ત્રણ જિલ્લામાંથી ફાયર ફાઈટરો બોલાવાયા

રાજકોટના પડધરી નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેકટરીમાં રાત્રિના સમયે ફાટી નીકળેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી. ભીષણ આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, ગોંડલ, જામનગર અને મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. આખી રાત પાણીનો મારો ચલાવી સવાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ફેકટરીમાં મોટાપ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હોય આગે ગણતરીના મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતા પડધરી પોલીસ અને રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રાત્રિના સમયે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી અને જામનગરથી ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સવાર સુધીમાં આગ પર 70 ટકા કાબૂ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાય તેવી શક્યતા છે.પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટાપ્રમાણમાં તૈયાર પ્લાસ્ટિક અને રો મટીરીયલ પડ્યું હતું. જે આગમાં બળીને ખાખ થયું હતું. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ નુકસાનીનો આંક જાણવા મળશે. આગ લાગવાનું કારણ પણ હાલ સામે આવ્યું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW