Tuesday, October 28, 2025
HomeGujaratસુરેન્દ્રનગરના પાટડીમાં SMCએ દરોડા પાડી 5 મહિલાઓ સહિત 30 જુગારીઓને ઝડપ્યા,રૂ 6.58...

સુરેન્દ્રનગરના પાટડીમાં SMCએ દરોડા પાડી 5 મહિલાઓ સહિત 30 જુગારીઓને ઝડપ્યા,રૂ 6.58 લાખનો મુદ્દામાલ કબ્જે

સુરેન્દ્રનગરના પાટડી વેલનાથનગરમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે અચાનક દરોડો પાડી પાંચ મહિલાઓ સહીત કુલ 30 જુગારીઓને રોકડા રૂ. 4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ. 75,000 અને મોબાઈલ નંગ-26 કિંમત રૂ. 1,25,000 મળી કુલ રૂ. 6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પકડાયેલા 30 જુગારીઓમાં કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર (પાટડી), મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર (પાટડી), ભરત રમેશભાઈ દેવીપૂજક (પાટડી), રાકેશ શ્યામજીભાઈ ઠાકોર (પાટડી), વાસીમ ઝીલનભાઈ સિપાઈ (સુરેન્દ્રનગર), મીનાજ ઉસ્માનભાઈ નાયક (પાટડી), અમિત દિલીપભાઈ ખખ્ખર (પાટડી), અસ્લમ શબ્બીરભાઈ સિપાઈ (પાટણ), લાલભા ભીખુભા ઝાલા (ઝીંઝુવાડા), ઝાહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ (પાટડી), દેવપાલ રાજુભાઈ ઝાલા (દેત્રોજ), નરેશ મંગાભાઇ ઠાકોર (પાટડી), વખતસિંહ ભરતસિંહ સોલંકી (દેત્રોજ), વિજય મનહરભાઈ ભીલ (પાટડી), નિલેશગિરી વિષ્ણુગીરી ગૌસ્વામી (પાટડી), ભાર્ગવ અમૃતલાલ દેકાવડીયા (પાટડી), રસિક છનાભાઈ દેવીપૂજક (પાટડી), લાલભાઈ છનાભાઈ દેવીપૂજક (પાટડી), મોહસીન ઉર્ફે લારા બાબુભાઇ મંડલી (વિરમગામ), સરફરાઝ ઉર્ફે કાલુ હબીબભાઇ ફકીર (વિરમગામ), રામભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર (પાટડી), અરવિંદસિંહ હરિભા મકવાણા (દેત્રોજ), કિરણ મંગાજી ઠાકોર (કડી), રાજુ પોલાભાઈ દેવીપૂજક (પાટડી), રમેશ રાસંગજી ઠાકોર (માંડલ), ખુશ્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્વિનભાઇ પરમાર (વિરમગામ), રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર (પાટડી), કાંતાબેન મગનભાઈ પરમાર (વિરમગામ), રમીલાબેન નાગરભાઈ પરમાર (વિરમગામ) અને જલીબેન તારાસંગજી ઠાકોર (પાટડી) મળી કુલ 30 જુગારીઓ રોકડા રૂ.4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ.75,000 અને મોબાઈલ નંગ-26 કિંમત રૂ.1,25,000 મળી કુલ રૂ.6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડાયા હતા,

આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પીએસઆઇ બી. એન. ગોહીલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page