HomeGujaratદિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓ ફરી શરુ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓ ફરી શરુ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

લગ્ન સિઝનની અસર પ્રથમ દિવસે હાજરીમાં દેખાઈ,

મોરબી દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ આજથી મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. મોરબી જિલ્લાની તમામ શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લામાં આવેલી 700 જેટલી પ્રાથમિક શાળામાં 68 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે જિલ્લામાં 240 જેટલી માધ્યમિક શાળાઓ આવેલી છે. આમ કૂલ 940 જેટલી શાળાઓમાં 1.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે, તમામ શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પરિવાર સાથે વેકેશન સહિતની પ્રવૃત્તિઓની મજા માણી હતી. 21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં જ આજથી તમામ શાળાઓ ખુલી ગઈ છે. આ તમામ શાળાઓમાં આજથી નવા સત્રનો પ્રારંભ થતાં શાળાઓ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠી હતી. જોકે જિલ્લાની મોટાભાગની શાળામાં પ્રથમ દિવસે હાજરી ઓછી જોવા મળી હતી. જેની પાછળ હાલ લગ્ન સીઝન તેમજ પ્રથમ દિવસ હોય એટલે હજુ પુરતી સંખ્યા માટે એક બે દિવસ જેવો સમય લાગે તેમ શાળાના શિક્ષકો જણાવી રહ્યા છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW