સુરેન્દ્રનગર શહેરના ખાણ ખનીજ ઓફિસમાં એસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ખાણ ખનીજ વિભાગના કલાર્ક એ.કે.મકવાણાને રંગે હાથે રૂ. 10 હજારીની લાંચ લેતા ઝડપી લીધો હતો.
આ કામના ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરેલી જે લાંબાગાળા થી પેન્ડીંગ હોય તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ અન્વયે માહીતી માંગેલ જે માહિતી કચેરી તરફથી અધૂરી મળેલી અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા સારુ આ કામના આક્ષેપિત જેઓ આ માહીતી કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રીયા કરતા હોય તેમણે રુ. 10 હજારની લાંચની માંગણી કરી હતી. જે બાબતે ફરિયાદીએ એ.સી.બી જામનગરનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે તે આરોપી એ.કે.મકવાણા, જુનિયર ક્લાર્ક, ખાણ ખનિજ કચેરી, વર્ગ 3, સુરેન્દ્રનગરવાળાને એસીબી ટીમે પકડી લઇ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


