હળવદ – મોરબી રોડ ઉપર નંબર GJ-36-AL-4848 નંબરની અર્ટિકા કાર લઈને જઈ રહેલા અમિતભાઇ કાનજીભાઈ ચૌહાણ રહે.કડીયાવાસ વાળા કડીયાણા નજીક વણાંકમાં કારના સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ ઘુસી ગઈ હતી. જ્યાં સામેથી આવતા GJ-36-T-7578 નંબરના આઇસર સાથે અથડાતા અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમિતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અને બાળકોને ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે આઇસર ચાલકે કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

