રાજકોટ સીટી પોલીસની ક્રાઈમ બ્રાંચ ની પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન બાતમી મળી હતી મોરબી તરફથી આવતી રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી રૂપિયાની ચોરી કરતી ગેંગ હોય આ બાતમી આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બેડી ચોકડીથી આગળ મામા સાહેબના ખીજડા પાસે એચ.પી.ના પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ઓટો રિક્ષા સાથે ચાર શખસોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આરોપીની પૂછપરછ કરતા તેઓના દિનેશ ઉર્ફે કાળીયો હરીભાઇ ડાભી ઉ.વ.24 , કિશન મગનભાઇ વૉજા , આકાશ કિશનભાઈ વાણોદીયા, પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી રહે તમામ રાજકોટ અને રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું આરોપીઓની આગવી ઢબે પૂછ પરછ કરતા તેઓ રીક્ષા ડ્રાઈવિંગની આડમાં લોકો પાસે થી રૂપિયા ખંખેરતા હોવાનું કબુલ કર્યું હતું પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ મોરબી જિલ્લામાં છેલ્લા બે મહિના ના દરમિયાન અલગ અલગ 9 સ્થળે મુસાફરો ને ટાર્ગેટ કર્યા હતા અને લગભગ 50 હજાર જેટલી રકમની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું ઉપરાંત આરોપીઓએ રાજકોટ શહેર તેમજ અલગ અલગ હાઇવે વીસ્તારમાં 7 લોકોને શિકાર કર્યા હતા તો, જુનાગઢ અને અમદાવાદમાં એક એક મુસાફરોને શિકાર ક્યાં હતા પહેલા રીક્ષા લઇને નીકળેલ હતા અને ઉંચી માંડલ-નીચી માંડલ હળવદ પાસેથી એક પેસેન્જરના રૂ.7500 નજર ચુકવી અમોએ ચોરી કરેલ હતી આ રૂપીયા રીક્ષાના ખર્ચ તેમજ ખાવા-પીવામાં વપરાઇ ગયેલ છે
દોઢ મહિના પહેલા રીક્ષા લઇને નીકળેલ હતા અને મોરબી પાડા પુલ પાસેથી એક પેસેન્જરના રૂ.3500 નજર ચુકવી ચોરી કરેલ હતી.
મહિના પહેલા મોરબીના રફાળા-રફાળીયા ગામ બાજુનાં રસ્તે જતા હતા ત્યારે એક પેસેન્જરની નજર ચુકવી તેના આશરે રૂ.1000 ની ચોરી કરેલ હતી.
1 મહિના પહેલા વાંકાનેરનાં નવા પુલ પાસે એક પેસેન્જરની નજર ચુકવી આશરે રૂ.7000 ની ચોરી કરેલ હતી.
20 દિવસ પહેલા ટંકારા – મોરબી હાઇવે રોડ ઉપરથી એક પેસેન્જરના આશરે રૂ.6000 ની ચોરી કરેલ હતી.
15 દિવસ પહેલા મોરબી નજીક પાવળીયાની પાસેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂ.8000, 1000, 1200 મળીને કુલ 3 પેસેન્જરનોની નજર ચુકવી રૂપીયાની ચોરી કરેલી છે.
દોઢ મહીના પહેલા માટેલ ગામ પહેલા રોડ ઉપરથી એક પેસેન્જરની નજર ચુકવી આશરે રૂ.6000 જેટલાની ચોરી કરેલ છે.
6 દિવસ પહેલા મોરબીનાં બેઠલો પુલ પાસેથી એક પેસેન્જરની નજર ચુકવી આશરે રૂ.9500 જેટલાની ચોરી કરેલ હતી.
6 દિવસ પહેલા મોરબી – બાવળીયાળી ગામપાસેથી એક પેસેન્જરની નજર ચુકવી આશરે રૂ.10000 જેટલાની ચોરી કરેલ હતી.

