HomeGujaratમોરબી સિવિલના વર્ગ 3-4 કરાર આધારિત કર્મીને પગાર-રજામાં થતા અન્યાય! કોંગ્રેસે કરી...

મોરબી સિવિલના વર્ગ 3-4 કરાર આધારિત કર્મીને પગાર-રજામાં થતા અન્યાય! કોંગ્રેસે કરી સિવિલ સર્જનને રજૂઆત

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સીવીલ હોસ્પિટલ ખાતે સીવીલ અધિક્ક્ષક ડો.દુધરેજીયા સાહેબ સાથે મુલાકાત કરી અને સીવીલ હોસ્પિટલ માં વર્ગ 3 અને 4ના કોન્ટ્રાકટ કર્મચારીઓની સાથે મુલાકાત કરી હતી. તેમનાં મુખ્ય પ્રશ્ન કે જે વર્ષે મળતી 24 હક્ક રજાઓના પૈસા મળવા પાત્ર છે, એ કોન્ટ્રાકટ એજન્સીઓ દ્વારા ચાલુ વર્ષે કર્મચારીઓને આપવામાં આવેલ નથી. તે પૈસા ન ચુકવાતા તાત્કાલીક અસર થી ચુકવવામાં આવે તે માટે ની રજુઆત કરી અને આ કર્મચારીઓ નું શોષણ ન થાય અને તેઓને તેમનાં હક મળે તેનાં માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસો માં તમામ પ્રકારની લડત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW