HomeGujaratમોરબીના જોધપર ગામે યોજાયેલી ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ ચેમ્પિયન બની

મોરબીના જોધપર ગામે યોજાયેલી ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ ચેમ્પિયન બની

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલા કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ચાર દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગઇકાલે સમાપન સમારોહ યોજાયો હતો. છેલ્લા ચાર દિવસથી જુદી જુદી ટીમો વચ્ચે મેચ યોજાતા હતા અને તેમાં સેમીફાઈનલ રાઉન્ડ બાદ ફાઇનલમાં વડોદરા અને આણંદની ટીમ વચ્ચે મુકાબલો હતો. જેમાં આણંદની ટીમને હાર આપીને વડોદરાની ટીમ ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં વિજેતા બની છે. જેથી કરીને આ ટીમને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં આવી જ રીતે મહિલાઓ માટે ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન મોરબીના આંગણે કરવામાં આવશે તેવું ટંકારાના ધારાસભ્યએ જણાવ્યું હતું.

ટેક્નોલોજી અને મોબાઈલના યુગમાં દેશી રમતો વિસરાઈ રહી છે. ત્યારે કબડ્ડી જેવી દેશી રમતને પ્રોત્સાહન મળે તે માટે થઈને સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. તેના ભાગરૂપે ટંકારા તાલુકાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો પ્રારંભ શુક્રવારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના મોરબી, સુરત, ખેડા, સુરત રૂરલ, તાપી, આણંદ, વડોદરા અને ગાંધીનગર સહિત 10 જિલ્લામાંથી 10 ટીમોએ ભાગ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW