માળિયાના બગસરા ગામની સીમમાં આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી અંગેની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોધાઇ હતી, જે બાદ પોલીસ તે શખ્સોને પકડવા માળીયાના ત્રણ રસ્તા નજીક ચેકીંગમાં હોય તે સમયે બે ડબલ સવારીમાં બાઈકમાં ચાર ઈસમો ત્રણ બાચકાઓ સાથે શંકાસ્પદ જણાતા તેની તલાશી લેતા તે બાચકામાંથી કોપર વાયરના ઘુંચળા મળી આવતા પોલીસે તેની પુછપરછ કરતા તે શખ્સોએ કોપર વાયરની ચોરી કર્યા હોવાની કબુલ કર્યું હતું. આ ગુનાને અંજામ આપનાર લાલજીભાઇ બાબુભાઇ મેજરાની, લાલજીભાઇ બાબુભાઇ મેજરાની, કીશનભાઇ નાગજીભાઇ મેજરાની અને પંકજભાઇ ચકુભાઇ મેજરાની આ ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ 320 કિલોગ્રામ વાયર કિંમત રૂ.- 1.60 લાખ તેમજ બે બાઈક સહીત કુલ રૂ 2.10 લાખનો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

