HomeGujaratમોરબી રાજકોટ હાઈવે પર રોડ પર રેસીંગ કરતો રીક્ષા ચાલક ઝડપાયો 

મોરબી રાજકોટ હાઈવે પર રોડ પર રેસીંગ કરતો રીક્ષા ચાલક ઝડપાયો 

મોરબી-રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે રોડ રીક્ષા ચાલક તેના કબ્જાની રીક્ષાની રેસિંગ કરી અન્ય વાહન ચાલકના જીવ જોખમમાં મુકતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. જે બાદ પોલીસે ની શોધખોળ હાથ ધરી હતી અને આજે આ શખ્સને ઝડપી લીધો હતો  તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી જિલ્લા ટ્રાફિક પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે.

 મોરબી-રાજકોટ હાઇવે રોડ શનાળા ગામ પાસે રોડ ઉપર એક CNG રીક્ષા ચાલક પોતાના કબ્જા વાળી CNG રીક્ષા ઓવર સ્પીડમાં ચલાવી અને અન્ય વાહનો સાથે રેસીગ કરતો હોય એ પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતો વિડીયો ફરતો થયો હતો.  જે બાદ વાયરલ થયેલ વિડીયોમાં વાહનના CNG રીક્ષા રજી. નંબર-GJ-03-AX-4123 વાળા હોવાનું જણાય આવતા, વાહન e.GujCop માં સર્ચ કરી ડિટેઈલ મેળવી હતી. આ CNG રીક્ષા રજી. નંબર-GJ-13-AX-4123 સાથે અકરમશા હુશેનશા શાહમદાર ઉ.વ.20 ધંધો.ડ્રાઇવીંગ રહે. વજેપર મેઇન રોડ જીતેન્દ્ર પાન પાસે મોરબી વાળાને શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબૂલાત આપતાં હોય, જેથી સદરહું CNG રીક્ષાના ચાલક મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે ગુનો નોધી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW