HomeGujaratમોરબીમાં વ્હાઇટ કોલર લૂંટારાનો આતંક..તંત્ર ઘૂંટણિયે કે લાચાર !!

મોરબીમાં વ્હાઇટ કોલર લૂંટારાનો આતંક..તંત્ર ઘૂંટણિયે કે લાચાર !!

નિલેશ પટેલ દ્વારા

મોરબી કાયમ લોભિયા અને ઘુતારા માટે સ્વર્ગ સમાન રહ્યું છે સારા લોકોનું મૌન મોરબીના કેટલાક લૂંટારાઓ માટે કાંડ કરવાની મૌન સ્વીકૃતિ બન્યું છે તો હવે તો એ હદે સ્થિતિ વણસી છે કે પૈસા કમાવવા મોરબી બદલીઓ કરાવતા કેટલાક અધિકારીઓ પણ આવા તત્વોના મહોરા બનીને કામ કરી રહ્યા છે નવાઈની વાત એ છે કે ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબાના નામે આવા તત્વોના ભાર નીચે કેટલાક સ્થાનિક અધિકારીઓ જાણે દબાઈ ગયા હોય એમ મોરબીને ફોલી ખાવાના ખતરનાક ખેલમાં આવા તત્વોની પરોક્ષ રીતે મદદ પણ કરતા થઈ ગયા છે જે આવનારા સમયમાં મોરબી પર મંડરાઈ રહેલા ખતરાના સંકેત સમાન છે.

 એક સમયે જે પોલીસ માટે આરોપી હતા એવા કેટલક તત્વો આજે અચાનક કેટલાક અધિકારીઓના માનીતા બની ચુક્યા છે જે તે કેસમાં સમાધાન કે કાયદાની છટકબારી અને પોતાની કળા કરવાની આવડતને આધારે પોતાને કાગળ પર નિર્દોષ સાબિત કરીને આવા તત્વો મોરબીને પોતાના બાનમાં લેવા થનગની રહ્યા છે 

છેલ્લા કેટલાક સમયમાં આવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોએ ઘણા મોટા કાંડ કરી લીધા છે જોકે આવા લોકો પોતાને પીડિત બતાવીને કાયમ પોતાના સાચા કૃત્યોને છુપાવવાની ચાલ રમી રહ્યા છે અગાઉ મોરબીના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને હની ટ્રેપ માં ફસાવીને તેમની પાસેથી કરોડો ખંખેરી લેવાયા હતા આ બાબતમાં ખુદ ધારાસભ્ય દ્વારા પોલીસ ને કડક સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ હની ટ્રેપમાં જે યુવતી હતી તે જે તે વ્યક્તિની અંગત હોવાથી ગૃહસ્તે ફરિયાદ ન નોંધાવી ને સીધા જ આવા લુખ્ખા પૈસા વાળા બની ગયા હતા બસ આ બાદ તો તેમને ફાવટ આવી ગઈ લોકોના ડર નો લાભ લઇને પોતાના કારસ્તાન આગળ વધાર્યા જ કર્યા છે કેટલાક ગ્રામીણ લોકો પણ આવા તત્વોના સકંજામાં આવી ગયા છે કેટલાયની જમીનો લખાવી લેવાઈ પણ કાનૂની રીતે આરોપી ન બની જવાય એવી શાંતિર ચાલ ચાલીને આવા તત્વો પોતાના કાંડ કરી રહ્યા છે જેમાં કેટલાક સ્થાનિક અધિકારીઓ પણ આવા તત્વોને પરોક્ષ સહકાર આપીને મલાઈ મેળવી રહ્યાની ચર્ચા એ જોર પકડ્યું છે

નવલખી કાયમ ગુનેગારો માટે સ્વર્ગ સમાન રહ્યું છે કોલસા ચોરી ,ડીઝલ ચોરી જેવા કાંડ આજે પણ ચાલી રહ્યા છે આ તત્વોએ એક ઉચ્ચ પોલીસ અધિકારીને વિશ્વાસમાં લઈને નવલખી ડીઝલ ચોરી ચાલુ કરાવી હતી પરંતુ તેમની આશા પર સ્થાનિક રાજકીય આગેવાન અને કેટલાક પ્રામાણિક પોલીસ અધિકારીઓ એ પાણી ફેરવી દીધું અને ત્રણ જ દિવસમાં ડીઝલ ચોરીનો ગોરખધંધો બંધ થઈ ગયો ત્યારથી આવા તત્વો અકળાયા છે એક પછી એક ચાલ રમીને આજે કેટલાક સ્થાનિક અધિકારીઓ સાથે ઘરોબો કેળવવામાં સફળ થયા છે આવા તત્વો જે તે અધિકારીઓની સુખ સુવિધાઓનું પૂરું ધ્યાન રાખવા ઉપરાંત સમયે સમયે મલાઈ પણ કમાઈ આપે છે તેથી તેમને પણ મજા આવી રહી છે કાંડ કરવામાં આડા આવતા લોકોની સામાજિક પ્રતિસ્થાને નુકસાન પહોંચાડવાથી લઈને કોઈ પણ હીન કક્ષા એ જવા આવા લોકો તૈયાર જ હોય છે હજી પણ આવા તત્વો વધુ ને વધુ અધિકારીઓને પોતાની નજીક લાવવા પુરે પુરા સક્રિય છે

ઘણા લોકો આવા તત્વોની જાળમાં ફસાઈ ચુક્યા છે અને હવે આવા લોકો ઉચિત સમય માનીને પોતાની પાંખો ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે આવા લોકોને વહીવટીતંત્ર , પોલીસતંત્ર અને રાજકીય આગેવાનો ઓળખી લે અને સમયે ચેતી જાય એ મોરબીના હિતમાં છે અન્યથા નુકસાન મોરબીની રાંક જેવી પ્રજાનું સૌથી વધુ થવાનું છે તો સરકારી અમલદારો માટે પણ મોટી મુશ્કેલી ઉભી થશે એમાં શંકા ને કોઈ સ્થાન નથી આવતા સમયમાં નક્કર પુરાવા સાથે આવા લોકોના કાંડ નામજોગ જાહેર થશે જ પરંતુ તે પહેલાં આવા તત્વો ની વધુ હીન પ્રવૃતિઓ અને નીચ માનસિકતા પ્રગટ થવાની જ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW