માળિયા તાલુકાના વિશાલા હોટેલના પાછળના ભાગે રહેતા સુલ્તાનભાઈ ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા નામના યુવકને મોસીનભાઈ ઉર્ફે ડીકો સંધવાણી સાથે ઘરે આવવા બાબતે ત્રણેક મહીના પહેલા બોલાચાલી ઝગડો થયેલ હોય જે બાબતનો
ખાર રાખી આરોપીઓએ મોસીનભાઈ ઉર્ફે ડીકો સંધવાણીએ સુલતાનને લાકડાના ધોકા વડે જમણા હાથમા ઘા મારી ફેકચર કરી તેમજ બન્ને પગના ભાગે મારમારી મુંઢ ઈજા કરી અને સાજીદભાઈ સાઉદીનભાઈ જેડાએ સુલતાને પેટમા તેમજ છાતીના ભાગે ઢીકા પાટુ વડે
મારમારી મુંઢ ઇજા કરી તેમજ જાવેદભાઈ હાજીભાઈ જેડાએ પાછળથી પકડી રાખી ગાળો આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે યુવકે માળિયા મિયાણા પોલીસ મથકમાં મોસીનભાઈ ઉર્ફે ડીકો સંધવાણી, સાજીદભાઈ સાઉદીનભાઈ જેડા, જાવેદભાઈ હાજીભાઈ જેડા સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

