HomeGujaratકચ્છના દરિયાકાંઠેથી રૂ. 120 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળ્યું

કચ્છના દરિયાકાંઠેથી રૂ. 120 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળ્યું

કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગાંધીધામના ખારી રોહરના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેનું વજન 12 કિલોગ્રામ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. 120 કરોડ આંકવામાં આવી રહી છે. ગતરાત્રિના સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ખારી રોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી અને ડ્રગ્સનો 12 કિલોના જથ્થાને હસ્તગત કર્યો હતો. તેમજ અલબત્ત આટલી મોટી માત્રામાં એકજ સ્થળે અત્યાર સુધી મળેલા પેકેટોથી અલગ તરી આવતા માદક પદાર્થના પેકેટ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા, કેટલા સમયથી પડતર છે તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહ્યાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW