મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસના સામેના ભાગે આવેલા કૂદરતી પાણીના વોકળામાં બપોરનાં સમયે કોઈ અજાણ્યા ઈસમો જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી ગયા હોવાની ઘટના સામે આવી હતી. જે અંગેની જાણ થતાં મોરબી જીપીસીબી ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરતા આ મેડિકલ વેસ્ટ પાસે આવેલી ડો.આશિષ ત્રિવેદી નામના તબીબની ક્લિનિક માંથી ફેંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મોરબી જીપીસીબીના ઇન્ચાર્જ મેહુલ સોની અને તેની ટીમ પહોંચી હતી અને જરૂરી કાયૅવાહી હાથ ધરી હતી શરૂઆતમાં ડોકટર દ્વારા આં વેસ્ટ પોતાનો ન હોવાનું ગાણું ગાતો હતો. જોકે બાદમાં ત્યાંથી મળેલા બિલ અને ગ્લુકોઝ બોટલ સહિતના વેસ્ટ પરથી આં મેડિકલ વેસ્ટ આં ક્લિનિક નો હોવાનું કબૂલ કર્યું હતું. જે બાદ જીપીસીબી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મેડિકલ વેસ્ટનો પણ યોગ્ય નિકાલ કરાવી જગ્યા સાફ કરવામાં આવી હતી.
બીજી તરફ મોરબી પાલિકાની ટીમને જાણ થતાં તેઓ પણ હોસ્પીટલ ખાતે પહોંચી હતી અને નોટિસ ની સાથે રું.5000નો દંડ ફટકાર્યો હતો સાથે ફરી વાર જો મેડિકલ વેસ્ટ જાહેરમાં પકડશે તો કડક કાર્યવાહીની પણ સૂચના આપી હતી.

