HomeGujaratગુજરાત હાઇકોર્ટ તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બાળકો માટે ડ્રોઈંગ...

ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બાળકો માટે ડ્રોઈંગ વર્કશોપ “સ્ટ્રોક્સ”નું આયોજન કરાયું

ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે હાઇકોર્ટ ના ઓફિસર્સ તથા કર્મચારીઓ ના બાળકો માટે ડ્રોઈંગ વર્કશોપ “સ્ટ્રોક્સ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 વર્ષ, 9 થી 12 વર્ષ તથા 13 થી 16 વર્ષ એમ ત્રણ શ્રેણી માં બાળકો દ્વારા ગુડ ટચ – બેડ ટચ વિષય ઉપર ચિત્ર દોરવામાં આવ્યા હતા. જે સ્પર્ધામાં કુલ 225 બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત માં બાળકો ને ગુડ ટચ તથા બેડ ટચ ની સમજ આપતી શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. બાળકો તથા વાલીઓને ઉદેશી ચીફ જસ્ટિસે બાળકો નું યૌન ઉતપીડન ગંભીર પ્રશ્ન હોવાનો તથા બાળકો ને આ અંગે સમયાંતરે સમજ આપવાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની પ્રેરણા થી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ દ્વારા એક વર્ષ સુધી જેન્ડર સેન્સિટિઝેશાન કાર્યક્રમ एहसास न्याय का सब के लिए ના નામથી ઝુંબેશ સ્વરૂપે ચાલશે, જેની શરૂઆત તા. 5મી ઓક્ટોબર ના રોજ યોજાનાર ભવ્ય પરિસંવાદ થી થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW