વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક મહા નદીમાં ત્રાજપર ગામનો અરવિંદ ઉર્ફે ગટુભાઈ મનસુખ ભાઈ વનારિયા નામનો યુવક ગઈ કાલે નહાવા પડ્યા બાદ ડૂબી જતા લાપતા થયા હોવાનું મૃતદેહ તરતો હોવાનો મોરબી ફાયર વિભાગને કોલ આવ્યો હતો જેના આધારે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે ગઈ કાલે અંધકાર થઇ જતા બીજા દિવસે ફરી યુવકની શોધખોળ કરી હતી અનેતે મહા નદીમાં રેસ્ક્યુ બોટ ફેરવી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વાંકાનેર પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી


