મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક આવેલ જે.કે.ટાઇલ્સના વાડામાં રેડ મારતા ત્યાં GJ-01-HN-6202 નંબરની સેન્ટ્રો કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 75 બોટલ કિંમત રૂ. 96,740 અને સેન્ટ્રો કાર સહિત કુલ રૂ. 1,46,740 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.આ રેડ દરમિયાન આરોપી રાજદીપસિંહ ઉર્ફે રાજા વિક્રમસિંહ સરવૈયા હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ હેઠળ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

