મોરબી એસટી ડેપો દ્વારા અગાઉ ભીમકટા સુરેન્દ્રનગર વાયા મોરબીથી રૂટની બસ ચલાવવામાં આવતી હતી આ બસનું રાત્રીના ભીમ કટા ખાતે રોકાણ કરવામાં આવતું અને સવારે 6 વાગ્યે ભીમ કટા જવા રવાના થતી હતી આ બસ ખારચિયા આમરણ હજ નાળી કુંતાસી ,મોડપર થઇ મોરબી આવતી અને ત્યાંથી સુરેન્દ્રનગર જતી હતી અને આ રૂટ પર વહેલી સવારે મોટી સંખ્યા છાત્રો તેમજ ધંધા રોજગાર માટે આવતા જતા લોકો અપડાઉન કરે છે જોકે આ રૂટ એક અઠવાડિયાથી એસટી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે છાત્રો અને રોજગારી માટે આવતા જતા લોકોને મુશ્કેલી પડી છે જેથી આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલીયાએ ડેપો મેનેજર ને પત્ર લખી આ રૂટ લખી ફરી એકવાર રૂટ શરુ કરવામાં અવ તેવી માંગણી કરી છે જો ડેપો આ રૂટ ફરી શરુ નહી કરે તો કોંગ્રેસ દ્વારા મોરબી એસ ટી ડેપો ખાતે આંદોલન કરવાની ચીમકી આપવામાં આપવમાં આવી છે.


