HomeGujaratમોરબીના જેતપર નજીક ફેક્ટરીના કન્વેયર બેલ્ટમાં યુવાનનો હાથ કપાયો

મોરબીના જેતપર નજીક ફેક્ટરીના કન્વેયર બેલ્ટમાં યુવાનનો હાથ કપાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન કન્વેનિયર બેલ્ટમાં હાથ આવી જવાના કારણે શ્રમિક યુવાનનો હાથ કોણી નજીકથી કપાઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લેવીટોન સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો માનસિંગ રામગોપાલ (ઉ.43) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન મશીનના કન્વેનિયર બેલ્ટની અંદર તેનો હાથ આવી ગયો હતો. જેથી કરીને તે યુવાનનો હાથ કોણી નજીકથી કપાઈ ગયો હતો. જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વિજય ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW