HomeGujaratમોરબી જિલ્લામાં ITI ખાતે પ્રવેશ વર્ષ–2024 માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ...

મોરબી જિલ્લામાં ITI ખાતે પ્રવેશ વર્ષ–2024 માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2024 માટેની ચોથા તબક્કાની ( વહેલા તે પહેલાના ધોરણે) પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ:- 30/09/2024 સુધી લંબાવવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે. તેમજ રૂ.-50 રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking 2. Credit Card 3. UPI ID – UPI QR Code 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી.આઈ. ખાતે 10 થી 6 દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની, રોજે રોજ મેરિટને આધારે પ્રવેશ આપવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે.વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (1) ધો-08/09/10ની માર્કશીટ (2) શાળા છોડયાનું પ્રમાણપત્ર (3) જાતી/ કેટેગરી પ્રમાણ પત્ર (ST/SC/SEBC/EWS), (4) આધાર કાર્ડ (5) પાસપોર્ટ સાઇઝ ફોટો (6) બેંક પાસબુક (મરજીયાત) (7) આવકનો દાખલો સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે. તેમ મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW