HomeGujaratમોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરથી સાધ્વીએ કર્યું સગીરનું અપહરણ પોલીસ...

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરથી સાધ્વીએ કર્યું સગીરનું અપહરણ પોલીસ કેશોદથી બાળકને પરત લાવી

મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પરથી ગત તા 25 ના રોજ ૧૩ વર્ષીય સગીરને તેના પિતાએ પાસે આવેલી અન્ય એક દુકાનમાં મોબાઈલની દુકાને સીમકાર્ડની પીન લેવા મોકલ્યો હતો. કહી નીકળ્યો હતો મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી પણ કોઈ પત્તો ન લગતા પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટનાની ગંભીરતા જોઈ એ ડીવીઝન પી આઈ હુકુમત સિંહ જાડેજા પીએસઆઈ પી આર સોનારા એ એસ આઈ રાજદીપ સિંહરાણા, કિશોર મકવાણા,જનકભાઈ છ્ગન ભાઈ,કિશોર અને પોલીસે તાત્કાલિક નેત્રમ ટીમની મદદ લઇ બાળકની શોધખોળ શરુ કરી હતી સીસીટીવીની તપાસ કરતા બાળક એક મહિલા સાથે જતી હોય જે સાધ્વી પ્રકારના હોવાનું સામે આવતા પોલીસે તાત્ત્કાલિક બસ સ્ટેશન તેમજ મહિલાનું જ્યાં પણ લોકેશન મળ્યું તપાસ કરી હતી પોલીસે અલગ અલગ જિલ્લામાં સાધ્વી ના ફૂટેજ મોકલી તપાસ કરાવતા સાધ્વી જૂનાગઢ જીલ્લાના પરબ ધામમાં આશ્રય લેતી હોય અને અવાર નવાર તેનું આશ્રય સ્થાન બદલતી હોવાની માહિતી મળતા બીજી એક ટીમ જુનાગઢ રવાના કરી હતી અને વિવિધ લોકેશન પર તપાસ કરતા બાળક અને સાધ્વી કેશોદ તાલુકામાંથી મળી આવતા પોલ્સીએ બાળકને છોડાવ્યો હતો બાળકની તબિયત નાદુરસ્ત લાગતા તેઓએ મેડીકલ ચેકઅપ કરવી પરિવાર ને સોપ્યો હતો તેમજ બાળકનું અપહરણ કરનાર સાધ્વી આશાબેન ઉર્ફે સમીરા નંદ ઉર્ફે શ્રધ્ધાનંદ મોહનભાઈ ભીલ ની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW