મોરબી જિલ્લાની સૌથી મોટી નગર પાલિકા છેલ્લા ૨૨ મહિનાઓ થી ઇન્ચાર્જ ચીફ ઓફિસર હવાલે કરાઈ હતી 22 મહિના દરમિયાન 5 જેટલા ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી પાલિકા ચાલતી હતી તમામ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે તેમના વિભાગના કામ હોવાના કારણે મોરબી પાલિકામાં પુરતો સમય ફાળવી શકતા ન હોય જેના કારણે અવારનવાર લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય બીજી તરફ પાલિકાના કર્મચારીઓ પણ જાણે કાયમી ચીફ ઓફિસરની ગેર હાજરીનો ફાયદો ઉઠાવી ગુટલી મારી જતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી જેના કારણે કાયમી ચીફ ઓફિસરની નિમણુક જરૂરી હોવાથી મહેસુલી વિભાગ દ્વારા સિંગલ ઓર્ડરથી મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ઓર્ડર કર્યો છે અને મોરબીના નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાને મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે જવાબદારી સોપવામાં આવી છે

