HomeGujaratમોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધતા ત્રણ દરવાજા 8 ફૂટ ખોલાયા

મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધતા ત્રણ દરવાજા 8 ફૂટ ખોલાયા

મોરબી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે મચ્છુ નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધી છે હાલ મચ્છુ 2 ડેમમા હાલ 15 375 કયુસેક આવક પહોચતા ડેમમાં હાલ 3 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 15 375 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમ 3104 એમસી એફટી જથ્થા સાથે 100 ટકા ભરાયેલ છે જેના કારણે પાણીનું લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે

આ ઉપરાંત વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 9186 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 1.2 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 10776 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 6 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે.ટંકારાના ડેમી 1 ડેમમાં 1444 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 3.21 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો
મી 2 ડેમમાં 955 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 2 દરવાજા 3 ઇંચ ખુલ્લા છે.ડેમી 3 ડેમમાં પણ 3234 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજા 1 ફૂટ સુધી ખુલ્લા છે.જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 7795 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.50 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 7795 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 6 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા છે.જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજા 1 ફૂટ જેટલા ખુલ્લા છે.જ્યારે બંગવાડી ડેમમાં 847 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ અડધા ફૂટ જેટલો ઓવર ફલો થઈ રહ્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW