HomeGujaratમોરબીનો મચ્છુ-૨ ડેમ ૭૦ ટકા ભરાયો,૧૩ હજાર ક્યુસેકથી વધુની આવક થતાં નીચાણ...

મોરબીનો મચ્છુ-૨ ડેમ ૭૦ ટકા ભરાયો,૧૩ હજાર ક્યુસેકથી વધુની આવક થતાં નીચાણ વાળા વિસ્તાર એલર્ટ કરાયા

મોરબી જિલ્લામાં રવિવારે થયેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં તમામ વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે તો જિલ્લાના તમામ ડેમમાં પાણીની તોતિંગ આવક નોંધાઇ છે. વાંકાનેર પંથકમાં રવિવારે પડેલા સાડા છ ઇંચ થી વધુ વરસાદને પગલે મચ્છુ નદી માં પાણીના પ્રવાહમાં વધારો થયો હતો આં ઉપરાંત નાના મોટા વોકળા પણ બે કાંઠે વહેતા થયા હતા એ મચ્છુ નદીમાં ઠલવાતા ડેમના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

વાંકાનેરના મચ્છુ ૧ ડેમમાં ૫૨૬૪ ક્યુસેક પાણીની આવક થતાં ડેમ ૨૮ ટકા જેટલો ભરાઈ ગયો છે તો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં તો ૧૩,૬૬૮ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમ કુલ ક્ષમતાના ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો છે મચ્છુ૨ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૩૧૦૪ એમસી એફ્ટી સામે હાલ ૨૧૨૨ mcft પાણી ભરાઈ ગયું છે. ડેમ૭૦ ટકા ભરાઈ જતા તંત્ર દ્વારા નીચાણ વાળા ગામ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર ઉપરાંત જોધપર, લિલાપર ભળીયાદ,ટીંબડી,અમરેલી સાદુલકા, ધરમ પુર વનાલિયા, ગોર ખીજડીયા, માનસર સહિતના૨૦ ગામ તેમજ માળિયા મિયાણા તાલુકાના ૯ ગામને એલર્ટ જાહેર કરી નદીના તટમાં અવર જવર ન કરવા સૂચના આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW