મોરબીના વિસીપરા વિજયનગર બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા રફીકભાઇ નુરમામદભાઇ જામ, મનોજભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ ઉર્ફે વિપુલભાઇ કલાભાઇ ચૌહાણ અને ઇકબાલભાઈ અબુભાઈ સુમરા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ. 10,620 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.
તેમજ મોરબીના ત્રાજપર ગામના અવેળા પાસે પોલીસ દ્વારા રેડ મારતા ત્યાંથી જગદીશભાઇ ઉર્ફે જયેશ આમદાભાઇ આલ, અંજનાબેન ઉર્ફે અંજુ હસુભાઇ રામાનુજ, જયશ્રીબેન દીલીપભાઇ સારલા, ખાતીજાબેન અબ્બાસભાઇ ભટ્ટી અને રેખાબેન દેવશીભાઇ સુરેલા નામની ચાર મહિલા સહીત પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ. 11,100 નો મુદામાલ મળ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. આ જુગારીઓ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

