મોરબી હળવદ રોડ પર આવેલા ઉંચી માંડલ ગામ પાસે થી સાંજના સમયે એક ક્રૂઝર પસાર થઈ રહી હતી તે દરમિયાન આશાપુરા હોટેલ પાસે અચાનક ક્રૂઝર બેકાબૂ બની હતી.અને ડીવાઈડર કુદાવી રસ્તા પાસે આવેલા. ખાડામાં ખાબકી હતી અક્સ્માતમાં ક્રૂઝરમાં સવાર 4 મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘટનાંની જાણ થતાં મોરબી108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજા ગ્રસ્તોને સારવાર અર્થે મોરબી ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.બનાવમાં કોઈ જાન હાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

