HomeGujaratમોરબીના પોસ્ટ ઓફિસ થી રીક્ષામાં બેસાડી ચીટર ટોળકીએ હળવદના આધેડના 20 હજાર...

મોરબીના પોસ્ટ ઓફિસ થી રીક્ષામાં બેસાડી ચીટર ટોળકીએ હળવદના આધેડના 20 હજાર કાઢી લીધા

હળવદના સરા ચોકડી વિસ્તારમાં આવેલા વસંત પાર્કમાં રહેતા અને મંદિરમાં સેવા પૂજા કરતા મહિપતરામ ભવાનીશંકર રાવલ નામના આધેડ ગત 29 જુલાઈ ના રોજ મોરબી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસથી રૂપિયા ઉપાડી તેના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન આધેડને ચીટર ટોળકી ભટકી ગઈ હતી અને રિક્ષામાં બેસાડી લઈ ગઈ હતી. આ દરમિયાન એક શખ્સે ઉલટીનું બહાનું કરી રિક્ષામાંથી ઉતરી જઈ આધેડની નજર ચૂકવી હતી. જ્યારે બીજા એક શખ્સે તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા 20000 સેરવી લીધા હતા. બાદમાં તેઓ જ્યારે રિક્ષામાંથી ઉતરી ઘર તરફ ગયા. ત્યારે તેમના ખિસ્સાઓ ખાલી હોવાનું ખ્યાલ આવતા તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક અને અન્ય એક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW