HomeGujaratહળવદ પોલીસે બે અલગ સ્થળેથી 12 જુગારીઓને ઝડપી પાડ્યા  

હળવદ પોલીસે બે અલગ સ્થળેથી 12 જુગારીઓને ઝડપી પાડ્યા  

હળવદ પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પડતા કુલ- 12 જુગારીઓ રૂ. 53,800 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે.

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કેદારીયા ગામે રેડ મારતા ત્યાં આવેલ માતાજીના મઢ પાસે જુગાર રમતા ઘનશ્યામભાઈ ભગાભાઈ પરસોંડા, ચોથાભાઇ અખાભાઈ શિહોરા, ધીરુભાઈ દેવશીભાઈ શિહોરા, યોગેશકુમાર ભાવુભાઈ શિહોરા, વાસુદેવભાઈ મેરૂભાઈ મજેઠીયા, કાનજીભાઈ રઘાભાઈ થરેશા અને રઘુભાઈ અણદાભાઈ શિહોરા નામના સાત શખ્સોને રૂ. 32,600 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. હળવદ પોલીસે તે સાત શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ હળવદ પોલીસે ઈંગોરાળા ગામે રેડ મારતા ત્યાં ડોરીયાના માર્ગની સીમમાં આવેલ હરદીપસિંહ મહાવીરસિંહ ઝાલાની વાડી પાસે જુગાર રમતા ગોરધનભાઈ ઠાકરશીભાઈ ચાવડા, રમેશભાઈ પોપટભાઈ માલકીયા, ઘનશ્યામભાઈ મેલાભાઈ માલકીયા, વિક્રમભાઈ મેરાભાઇ માલકીયા અને નિતેશભાઈ નથુભાઈ પટેલ નામના પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 21,200નો મળેલ  મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન આરોપી શમ્ભુ વરસંગભાઈ કોળી, હરેશ ડાયાભાઇ દલવાડી, અશ્વિન કાનજી દલવાડી અને આરોપી વિનોદ બચુભાઇ નાસી ગયા હતા. તે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસે જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW