માળીયા-કંડલા હાઇવે પાસે આવેલ વડવાળા હોટલમાં ગત તા.-12/08/2024 ના રોજ યૂસૂફભાઇ અલારખાભાઇ સંધવાણી એ તેની GJ-36-IC-0948 નંબરની બલેનો કાર લઇ ચા પીવા ગયા હતા. તે સમયે આરોપી યુસુબ કાદર જેડા એ તેની GJ-37-J-9905 નંબરની થાર ગાડી આવી અગાઉની જૂની બાબતોનો ખાર રાખી આરોપીએ તેની થાર ગાડી ફરિયાદની કાર સાથે ભટકાડી નુકસાન કરી અને યૂસૂફભાઇ અલારખાભાઇ સંધવાણીને માર મારવાની ધમકી આપતા તેને માળિયા પોલીસ મથકમાં તે આરોપી યૂસૂબ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

