રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી આગજની ની દુર્ઘટના લોકોના ડૂબવા ,બ્રિજ તૂટી પડવા તેમજ સ્થાનિક તંત્ર ની બેદરકારી થી લોકોના જીવ ગુમાવવાની જેટલી ઘટના બની છે તે તમામ દુર્ઘટનાની ન્યાયિક તપાસ, પૂરતું વળતર,જવાબદાર આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા સહિતની માગણી મુદ્દે કૉંગ્રેસ દ્વારા આગામી૯ ઓગસ્ટ થી ૨૨ ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજવા જઈ રહી છે ત્યારે આ ન્યાય યાત્રા મોરબી થી શરુ થવાની છે ત્યારે તેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવા પ્રદેશ કૉંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે સોસાયટી અને મોહલ્લામાં રાત્રિ બેઠક કરવામાં આવે છે તેમજ દિવસે પત્રિકા વિતરણ લોકો જાગૃતિ અભિયાન ચાલવામાં આવી રહ્યા છે આં પ્રવૃતિના ભાગરૂપે આજે મોરબીમાં પ્રદેશ કૉંગ્રેસ ના નેતા અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કૉંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટના બની તે સ્થળથી લઇ નાની બજાર રોડ ગ્રીન ચોક નહેરુ ગેટ ચોક થી છેક જૂના બસ સ્ટેન્ડ સુધી પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. આજે બીજા દિવસે પણ ગાંધી ચોકથી રવાપર રોડ અને શનાળા રોડ વિસ્તારમાં પણ પત્રિકા વિતરણ કર્યું હતું મોરબી જિલ્લા કોંગ્રેસની ટીમ શહેરના શનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, જૂના હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.


