મોરબી પોલીસ ટીમ વીસીપરા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમા હોય તે દરમિયાન વિસીપરા બાજુથી એક શંકાસ્પદ સફેદ કલરના નંબર પ્લેટ વગરના એક્ટીવા લઈને જાવેદ મહેબુબભાઈ ઉ.વ.૨૪ નીકળતા તેને અટકાવી કાગળો માંગતા પોતાની પાસે કાગળો નહી હોવાનુ જણાવતા, જેથી પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં જોતા સ્કૂટર અકરમભાઇ હુસેનભાઇ સુમરાના નામનુ બતાવતું હોય, જેથી તે શખ્સની ધરપકડ કરી એક્ટિવા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.