હળવદ તાલુકાના સમલી ગામેથી ચરાડવા તરફ દિનેશભાઈ છેલાભાઈ મુંધવા એ તેનું GJ-36-AG-7263 નંબરનું સ્પ્લેન્ડર લઇ જતા હતા. તે દરમિયાન ચરાડવા ગામ નજીક યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા દીનેશભાઈને ગળા તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે યુવાનના પિતાએ હળવદ પોલીસને જાણ કરતા, પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

