HomeGujaratમોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

(1) માળીયામાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

માળીયાના ખાખરેચી ગામના જુના બસ સ્ટેશન નજીક વર્લી ફીચરનો જુગાર રમતો અવચરભાઈ હમીરભાઈ ધામેચાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 430 મુદામાલ મળી આવ્યો હતો. માળીયા પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

આ ઉપરાંત માળીયાના વાગડીયા ઝાપા પાસે ર્લી ફીચરનો જુગાર રમતો અનવરભાઈ હુસેનભાઈ ખોડ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 490 મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) મોરબીના બેલા ગામ નજીક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીના પીપળી જેતપર હાઇવે રોડ ઉપર બેલા ગામ નજીક પંચશીલ કોમ્પલેક્ષની સામેથી આરોપી રાજેશભાઇ મમુભાઇ અખીયાણી અને રાજેશભાઇ દલસુખભાઇ અઘારાએ તેની GJ-03-ME-3813 નંબરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની બોટલો નંગ-60 કુલ કિંમત રૂ.- 20,400 સાથે આરોપીની રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર સહીત કુલ રૂ,- 3,20,400 મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3)વાંકાનેરના રાતીદેવળી ગામે બાળકને સાપ કરડી જતા મોત નીપજ્યું

વાંકાનેરના રાતીદેવળી ગામે જેબીએસ રીફેક્ટરી કારખાનામાં મજૂરી કામ કરતા રાહુલભાઈ મંગલસિંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ સૂતો હતો. ત્યારે તેને સાપ કરડી જતા તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ડો. ચૌહાણે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ હાથ ધરી છે.

(4) હળવદના ડુંગરપુર ગામે પોલીસે રેડ મારતા ત્રણ જુગારીઓ પકડાયા, છ નાસી ગયા

હળવદના ડુંગરપુર ગામે ધાવડી માતાજીના મંદિર બહાર ચોગાનમાં જુગાર રમાતો હોવાની હળવદ પોલીસને બાતમી મળતા સાંજના સમયે દરોડો પાડતા આરોપી મનસુખભાઇ શીવાભાઇ સારલા, રણજીતભાઇ હેમુભાઇ ફીસડીયા, શાંતીલાલ મગાભાઇ મારૂણીયા નામના ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા.જયારે આરોપી રણજીતભાઇ ડાયાભાઇ વિઠલાપરા, કાળુભાઇ હેમુભાઇ ફીસડીયા, વિક્રમભાઇ ગણેશભાઇ મારૂણીયા, રમેશભાઇ પ્રભુભાઇ વિઠલાપરા, મસાભાઇ ભાવુભાઇ આકરીયા અને અનિલ ગોરધનભાઇ મારૂણીયા નામના આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા. પોલીસે કુલ રૂ.- 8,100 કબ્જે કરી તે શખ્સો સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી છે અને નાસી ગયેલા છ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW