HomeGujaratકલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લામાં રોજગાર વાચ્છુંની નામ-નોંધણી અને રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનો પ્રચાર પ્રસાર ગ્રામ્ય કક્ષા સુધી થાય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં કાર્યરત ઔધોગિક એકમોને જરૂરિયાત મુજબના સ્કીલ વર્કર મળી રહે તે માટે આઈ.ટી.આઈ. ને તે મુજબના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવા જણાવ્યું  હતું.  

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિ, જિલ્લા રોજગાર કચેરી અધિકારી મનીષાબેન સવનીયા, ઔધોગિક સ્વાસ્થ્ય અને સલામતી અધિકારી, લીડબેક મેનેજર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર, સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પંચાયત, આઈ.ટી.આઈ મોરબી- ટંકારાના આચાર્યઓ, મદદનીશ શ્રમ આયુક્ત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW