HomeGujaratવાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 700 થી વધુની ઓપીડી, પીએમ સહિતની તમામ કામગીરી...

વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 700 થી વધુની ઓપીડી, પીએમ સહિતની તમામ કામગીરી માત્ર એક તબીબ હવાલે

તાલુકાનું સૌથી મોટી હોસ્પિટલ છતાં માત્ર ત્રણનું મહેકમ તેમાં પણ  બે તો રજા પર ઉતરી ગયા 

વાંકાનેર તાલુકામાં આવેલી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ જીલ્લાનું બીજી મોટી હોસ્પિટલ હોવા છતાં અહી તબીબ, નર્સિંગ સ્ટાફ ફાર્માસિસ્ટ સહીતના તમામ પ્રકારના સ્ટાફની ઘટ છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 700 થી વધુ દર્દીઓની ઓપીડી હોય આ ઉપરાંત દરરોજ ઓછામાં ઓછા એક પોસ્ટ મોર્ટમ, ઈમરજન્સી સેવા દાખલ દર્દીઓના રૂટીન ચેક અપ સહિતની અનેક કામગીરી હોવા છતાં આખી સિવિલ હોસ્પિટલમાં વર્ગ ૨માં માત્ર એક જ તબીબ જ ઉપલબ્ધ છે. જેના કારણે એક બાજુ દર્દીઓની હાલત દયનીય બની છે. તો બીજી તરફ ખુદ તબીબ પણ તમામ કામગીરી સામે ઘેરાઈ ગયા જતા માનસિક તણાવ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે હોસ્પિટલમાં માત્ર વર્ગ 2 ના ત્રણ તબીબો નું જ મહેકમ મંજુર છે. તેમાંથી એક તબીબ હતા જેઓ કપાત પગારની રજા મૂકી જતા રહ્યા છે. તો એક તબીબ નીટ ની પરીક્ષા ને લઇ રજા પર ઉતરી ગયા છે.

 વાંકાનેર શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ઢુવા સિરામિક વિસ્તાર સહિતના તમામ દર્દીઓ સારવાર માટે સિવિલ માં આવતા હોય પરંતુ તબીબ અને નર્સિંગ સ્ટાફના અભાવે મોરબી કે  રાજકોટ  રીફર કરવા પડે છે મોટાભાગના દર્દીઓની સારવાર પણ થઇ થઈ શકતી ન હોય સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક, ગાયનેક સહિતના સ્પેશ્ય્લીસટ તબીબોની પણ ખાસ જરૂર હોય તેમ છતાં એક પણ સ્પેશ્યાલીસ્ટ તબીબો ની જગ્યા ભરવામાં આવતી ન હોય આ બાબતે અનેક વખત સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો અને લોકો દ્વારા જિલ્લા કલેકટરથી લઇ ગાંધીનગર આરોગ્ય વિભાગમાં અનેક વખત રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ રાજ્ય સરકાર નું આરોગ્ય વિભાગ પણ જાણે ગાઢ નિંદ્રામાં હોય તેમ નવું  મહેકમ તો  મંજુર નથી કરી શકી પણ જે મંજૂર મહેકમ છે તેટલા તબીબની જગ્યા પણ ભરી ન શકતા ગરીબ દર્દીઓ ન છૂટકે ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવા મજબુર બન્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW