હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદના સુંદરગઢ ગામે થી મોરબી જવાના રસ્તે શંકાસ્પદ રીતે પસાર થતા GJ-36-P-4480 નંબરના એફ્ઝેડ બાઈકને અટકાવી તલાશી લેતા આરોપી વિષ્ણુ ટપુભાઈ ઝાસલીયા અને આરોપી નિશાંત ભુપતભાઇ દંતેસરિયા બન્નેના કબ્જામાંથી વિદેશી દારૂના કુલ ચપલા નંગ-46 કિંમત રૂ.- 4600 મળી આવતા પોલીસે દારૂ તેમજ 10 હજારની કિંમતનું એફ્ઝેડ બાઈક સહીત કુલ રૂ.-14,600 નો મળેલ મુદામાલ કબ્જે કરી, તે બન્ને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

