HomeGujaratહળવદના જુના દેવળિયા ગામે ઈરીગેશનની ઓફીસમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

હળવદના જુના દેવળિયા ગામે ઈરીગેશનની ઓફીસમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

હળવદના જુના દેવળીયા ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં આવેલ બ્રાહ્મણી ડેમ -1ની ઈરીગેશનની ઓફિસના બાથરૂમની અગાસી ઉપર છુપાવેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો મળ્યો હતો.

ઓફીસના બાથરૂમના ધાબા ઉપરથી ગ્રીન લેબલ બ્રાન્ડ દારૂની બોટલ નંગ-72 કુલ કિંમત રૂ.- 25,200, કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 90 ટીન કિંમત રૂ.- 9000 તથા ગોડફાધર બિયરના 96 ટીન કિંમત રૂ.- 9600 સહિત કુલ રૂપિયા 43,800 નો મુદામાલ મળી આવ્યો હતો. વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા, રહે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાએ છુપાવ્યો હોવાનું સામે આવતા હળવદ પોલીસે આરોપી રાજુને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW