મોરબીમાં હવે ગેસ એજન્સીઓ અને સીલીન્ડરનું રીટેઈલ વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરની ટીમ દ્વારા અલગ અલગ ગેસ એજન્સીમાં ચકાસણી કાર્યવાહી હાથ ધર્યા બાદ નિયમ ભંગ કરતી એજન્સી સામે કાર્યવાહી કરાયા બાદ આજે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા શહેર મામલતદાર વાળા, મોરબી પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્ર સિંહ ઝાલા તેમજ પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અને ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ ગેસ સીલીન્ડરનું વેચાણ કરતા રીટેઈલ વેપારીને ત્યાં તપાસ કરી હતી તપાસ દરમિયાન વેપારીઓ દ્વારા દુકાનમાં ફાયર પ્રિવેન્શન સીસ્ટમ લગાવેલા ન હોય ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર હોવા છતાં જાહેરમાં સીલીન્ડર રાખ્યા હતા. જો કોઈ સામાન્ય આગની ઘટના બને અથવા ગેસ લીકેજ થાય તો રસ્તા પર જતા વાહન ચાલકો સાથે અકસ્માતનું જોખમ ઉભું થતા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત વેપારી દ્વારા તેમને આપવામાં આવેલી મંજુરી કરતા વધુ પ્રમાણમાં ગેસ સીલીન્ડર રાખેલા હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ એક્શન લીધા હતા અને ગેસ્ટ હાઉસ રોડ પર આવેલા બુરહાની ટ્રેડર્સ,રાજ ટ્રેડર્સ તેમજ દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની ત્રણ દુકાન તાત્કાલિક સીલ કરી હતી. તેમજ તાત્કાલિક તેઓને ફાયર સાધનો લગાવવા તેમજ જરૂરી નિયમ પાલન કરવા આદેશ આપ્યા હતા.
રાજકોટમાં ટી આરપી ગેમઝોનની દુર્ઘટના બાદ રાજ્યમાં જાહેર સ્થળ પર આવેલી વિવિધ મિલક્તની ફાયર પ્રિવેન્શન સીસ્ટમ બાબતે તંત્ર સક્રિય બન્યું છે અને અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફાયર એન ઓસી તેમજ આગ અકસ્માત જેવી ઘટના બની શકે તેવા સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે અગાઉ હોસ્પિટલ શાળા કોલેજ કોમર્સિયલ કોમ્પ્લેક્ષથી લઈ અલગ અલગ જગ્યાએ આવેલી મિલકતોની ચકાસણી કરવામાં આવી રહી છે.
મોરબીમાં જાહેરમાં ગેસ સિલિન્ડર નું વેચાણ કરવું જોખમી છે રીટેઈલ ગેસ વેચાણ કરતા વેપારીઓને નિયમનું પાલન કરવું જરૂરી છે વેપારીઓ 100 કિલોગ્રામ થી વધુના જથ્થામાં વેપારીઓ સિલિન્ડર રાખી ન શકાય આ ઉપરાંત તેઓને ફાયર સીસ્ટમ લગાવવી ફરજીયાત છે સીલીન્ડર જાહેર રોડ પર ન રાખી શકાય આ ઉપરાંત અલગ અલગ નિયમોની અમલવારી ન થતી હોવાનું સામે આવતા ત્રણેય દુકાન સીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં મોરબી શહેર તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને અન્ય તાલુકામાં પણ રીટેઈલમાં વેચાણ કરતા સિલિન્ડરના વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા એ જણાવ્યું હતું.


