ધ્રોલ ખાતે મોહરમના તાજીયાનું ઝુલુસ જોવા રીક્ષામાં બેસીને જતા મોરબીના એક મુસ્લિમ પરિવારને ટંકારા ધ્રોલ હાઈવે પર સાવડી નજીક ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો અચાનક સાવડી ગામના ગોળાઈ પાસે બેકાબુ બની જતા રીક્ષા પલટી મારી ગઈ હતી આ ઘટનામાં બાળકો સહીત 5 લોકો સવાર હતા ઘટનામાં રીક્ષા ચાલક અને એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં કોઈ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી હાલ આ અંગે પોલીસ દ્વારા ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી

