હળવદના ઢવાણા ગામે પિતાને ત્યા રહેતા ખમ્માબેન વિજયભાઈ વસવેલીયાના લગ્ન 4 વર્ષ પૂર્વે થયા હતા. લગ્ન બાદ ખમ્માબેનને સાસરે ગમતું ન હોય જેથી છેલ્લા નવ મહીનાથી ઢવાણા રહેતા હતા. પિયરજનોએ સાસરે જવા સમજાવતા ખમ્માબેનને લાગી આવતા બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લેતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.આ બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

