HomeGujaratહળવદ પોલીસ મથકમાં સતત 15 દિવસ સુધી ગેર હાજર રહેતા પોલીસ કર્મી...

હળવદ પોલીસ મથકમાં સતત 15 દિવસ સુધી ગેર હાજર રહેતા પોલીસ કર્મી સામે નોધાઇ ફરિયાદ

મોરબી જિલ્લામાં પોલીસ કર્મીઓ ફરજ પર બેદરકારી દાખવવા કે ફરજ પર હાજર ન રહેવા અંગેની ઘટના વધતા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા પોલીસ કર્મી સામે શિસ્ત ભંગ પગલા ભરવા આદેશ કરવામાં આવી રહ્યા છે અગાઉ પોલીસ હેડ કવાર્ટરમાં ટ્રેનીંગ માટે ઓર્ડર થવા છતાં ટ્રેનિંગમાં ન જનાર ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો નોધાયા બાદ હવે હળવદ પોલીસ મથકના પોલીસ કર્મી સામે ગુન્હો નોધાયો છે જેમાં હળવદ પોલીસ મથકના એક પોલીસ કર્મી સામે ગુન્હો નોધાયો છે હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા આર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર ગત તા ૨ જુલાઈ થી સતત ગેર હાજર હોય અને આ બાબતે તેઓને ત્રણ-ત્રણ નોટીસ આપવા છતાં તેનો પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા હળવદ પોલીસ મથકના થાણા અધિકારી આર ટી વ્યાસે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર સામે ગુજરાત પોલીસે એક્ટની કલમ 145 (2)c હેઠળ ફરિયાદ નોધાઇ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW