HomeGujaratહળવદમાં મામલતદાર,TDOની ટીમે ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડી પાડ્યા

હળવદમાં મામલતદાર,TDOની ટીમે ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડી પાડ્યા

હળવદ પંથકમાં ખનીજચોરીના પગલે મોરબી જિલ્લા કલેકટરની સૂચનાથી હળવદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી ખનીજ ચોરી ઝડપી પાડવા સૂચના આપી હતી. જે અનુસંધાને હળવદ શહેરની મોરબી ચોકડી પાસેથી બે ડમ્પર માટી ભરેલા ઝડપી પોલીસ મથકે લાવીને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યાં હતાં. જેમાં ખાણ ખનીજ વિભાગે લાખોનો દંડ ફટકાર્યો છે.

પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકા વિકાસ અધિકારી, હળવદ મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી ખનીજ ચોરી પકડવા માટે સુચના મળી હતી. જેમાં જિલ્લા કલેકટરની સૂચનાથી હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસેથી બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ડમ્પર નંબર GJ-13-AX-7046 ને 2 લાખ 70 હજારથી વધુનો દંડ તેમજ GJ-13-AX-0249ને 2લાખ 90હજારથી વધુનો દંડ ફટકાર્યો હતો. આમ સંયુક્ત ટીમે શહેરમાંથી પસાર થતાં ડમ્પરોને ઝડપી પાડી ખાણ ખનીજને હવાલે કરી ખનીજ વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારતા રીતસરનો ખનીજ માફિયાઓમાં ફેલાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW